PATIENT INSTRUCTION GUJARATI

બ્રશિંગ

  • પેશન્ટે ડોકટર ના બતાવ્યા મુજબ દિવસ માં બે વખત ( સવારે અને રાત્રે સૂતા પહેલા ) મોટું અને નાનું બ્રશ કરવું ખુબજ જરૂરી.
  • જયારે પણ પેશન્ટની અપોઇન્મેન્ટ હોઈ ત્યારે કોઈ પણ બહાનું ચાલશે નહિ.
  • પેશન્ટે દિવસ દરમ્યાન કાંઈ પણ વસ્તુ ખાધા પછી પ્રેશર થી ૩-૪ વખત કોગળા કરવા જરૂરી. આમ કરવાથી જે પણ કઈ ખાવાના કણો ક્લિપ અને વાયર વચ્ચે ફસાયેલા હોઈ તે બધું નીકળી જાય.
  • જો પેશન્ટ દાંત ની સફાઈ બરાબર ન રાખશે તો તેમના પેઢા નબળા પડી જશે અને દાંત ઢીલા થઇ જશે. જેના કારણે સારવાર માં ધાર્યું રીઝલ્ટ ન મળી શકે અને ઘણી વાર સારવાર બાદ દાંત પાછા ફરી થી વાંકા-ચુંકા થઇ શકે કે દાંત ની વચ્ચે જગ્યા પણ થઇ શકે છે. (જેની ગંભીર નોંધ લેવી)
  • અમુક ખાસ સંજોગોમાં વધારે પડતા દાંત સાફ ન કરવા કે વધારે પડતી બેદરકારીને કારણે સારવાર અટકાવી પડે છે. જેથી સારવાર ને ફરીથી ચાલુ કરવામાં સારવારનો ખર્ચ પણ વધી શકે છે. જેની જવાબદારી પેશન્ટની રહેશે.

  • અણખત થવી કે મોઢામાં ચાંદા પડવા

  • દાંત બંધાવ્યા પછી થોડા દિવસ માટે પેશન્ટને ખાતી વખતે કે બોલતી વખતે સામાન્ય તકલીફ જેવું લાગી શકે છે. જે પછી થોડા દિવસમાં આપોઆપ પેશન્ટને તે વસ્તુ ફાવી જાય છે.
  • જો કોઈ પેશન્ટને વાયર ની અણી કે ક્લિપ ઘસાવાને લીધે મોઢામાં ચાંદા પડે તેવું લાગે તો ડોક્ટર એ આપેલું મીણ જેતે ક્લિપ કે વાયરની અણી ઉપર લગાડી શકાય છે અને તે મીણ ખાતી વખતે કાઢી નાખવું જરૂરી અને ફરીથી તે જ મીણ લગાડી દેવું. બીજા દિવસે નવા મીણ નો ટુકડો લેવો.
  • જો ચાંદુ વધે કે પેશન્ટ ખુબ જ બળતરાં થતી હોઈ તો ચાંદાવાળાભાગ ઉપર DOLOG કે HIORA GA ( ચાંદા ઉપર લગાડવાની ટ્યુબ ) લગાડવું, ૨-૫ મિનિટ પછી કોગળા કરીને કાઢી નાખવું. આમ દિવસ માં ૨-૩ વાર કરવાથી ઘણી રાહત મળે છે.

  • શું ખાવું ? અને શું ન ખાવું ?

    ૧.દાંત બંધાવ્યા પછી પેશન્ટ તમામ નરમ વસ્તુ ને દાંતમાં ન ચોંટે તેવી વસ્તુ ખાય શકે છે.
    ૨.પેશન્ટે નીચે દર્શાવેલી વસ્તુ ક્યારેય પણ ખાવી નહિ. ( દાંત બંધાવ્યા છે તયાં સુધી )

  • પાણીપુરી
  • પીઝા
  • કાજુ , બદામ
  • ચોકલૅટ
  • ચીંગમ
  • પોપકોર્ન (ધાણી )
  • કડક વેફર કે નમકીન
  • સીંગદાણા , ચણા
  • ભાખરી ( ભાખરી પોચી હોય અને જો તેને મસણી નાખો તો ખાઈ શકાય )
  • ચીક્કી કે ચકરી
  • નોન વેજ હાડકા વગરની આઈટમ ધીમે ધીમે ખાઈ શકાય.
  • ૩.દાંત પરથી કલીપ કે રીંગ કોઈપણ કારણસર નીકળી જશે તો તેનો અલગ થી ચાર્જ આપવો પડશે.


    રીટેનર ( દાંત કઢાવ્યા પછી પહેરવાની પ્લેટો )

  • રીટેનર ( પ્લેટો ) દાંત બંધાવ્યા ની સારવાર પુરી થયા પછી એક વર્ષ સુધી પહેરવાનુ ફરજીયાત છે.
  • આ પ્લેટ નું મહત્વ ભવિષ્યમાં દાંત ની ગોઠવણીમાં ફેરફાર ન થાય તે માટે ખુબ જ જરૂરી જેથી કરી ને દાંત હાડકા માં મજબૂત રીતે ફિક્સ થઇ જાય છે.
  • તેમ છતાં કેટલાક કેસમાં જીભ, હોઠ ના બેલેન્સમાં ફેરફાર થવા થી કોઈક દાંત ની ગોઠવણીમાં થોડો ઘણો ફેરફાર થઇ શકે છે. ( પ્લેટ પહેરવા છતાં પણ ફેરફાર થવો કુદરતી હોઈ છે.
  • પેશન્ટે પ્લેટ ફક્ત ખાતી વખતે કે બ્રશ કરતી વખતે જ કાઢવી, બાકીના ૨૪ કલાક માટે પ્લેટ મોઢામાં પહેરી ખવી જરૂરી ( રાત્રે સુતા વખતે પણ પહેરીને જ સૂવું )
  • પેશન્ટ ફક્ત પાણી ( સામાન્ય તાપમાન ) વાળું પ્લેટ સાથે પીઈ શકે છે.
  • પેશન્ટે દરરોજ પ્લેટ ને બ્રશ અને લીકવીડ સોપ વડે ચોખ્ખી કરવી જરૂરી અને દર બે-ત્રણ દિવસે શેમ્પુ થી સાફ કરવી જરૂરી
  • જો કોઈ પેશન્ટ કોઈ ફંકશન કે બહાર જમવા જવાનાં હોઈ ત્યારે પ્લેટ ને પાણી ના વાડકામાં ઘરે મૂકી ને જવું.
  • કોઈ પણ પ્લેટ ૪ કલાક થી વધારે સમય માટે મોઢામાં ન હશે તો દાંત ની ગોઠવણીમાં ફેરફાર થવાનું શરૂ થશે. જેથી પ્લેટ ફરી થી તેજ દાંતની ઉપર ફિટ થશે નહિ. એવા સંજોગોમાં નવી પ્લેટ બનાવી પડશે. એના ચાર્જ પેશન્ટે ફરી ભોગવવા પડશે.
  • દાંત બંધાવ્યાની સારવાર પછી બાદ પણ દિવસ માં બે વખત બ્રશ કરવું જરૂરી.